चरित्रवर्णनम् – ગુજરાતી ભાવાનુવાદ “ચરિત્ર વર્ણન”

चरित्रवर्णनम् સંસ્કૃત વાર્તાનો- ગુજરાતી ભાવાનુવાદ “ચરિત્ર વર્ણન”

કોઇકવાર કોઇએક રાજાએ પોતાની સભામાં કવિસંમેલન યોજ્યું . તેણે જાહેર કર્યું કે જે કવિ પોતાની કવિતામાં રાજાના ચરિત્રનુ યથાર્થ વર્ણન કરશે તેમને એક શુદ્ધ હીરો ઇનામ આપવામાં આવશે. તે સમ્મેલનમાં ઘણા કવિઓ આવ્યા અને પોતાની કવિતા સંભળાવી (જેમાં) રાજાના ભારોભાર વખાણ કર્યા. આમ દરેક કવિએ રાજાની હદુપરાંત પ્રશંસા કરી અને આથી રાજાએ તેમને એક એક હીરો આપ્યો. છેલ્લે ‘સાધુરામ’ નામનો કોઇ કવિ પોતાની કવિતા સંભળાવવા ગભરાતો ગભરાતો મંચ ઉપર આવ્યો, પહેલા તેણે રાજાના બે-ત્રણ વખાણ કર્યા, પછી અવગુણોનું વર્ણન શરુ કર્યું. રાજાએ તેને પણ એક હીરો ઇનામ આપ્યો
ત્યારબાદ બધાં કવિઓ (પોત)પોતાનો હીરો લઇને તેનું મૂલ્યાંકન કરાવવા ઝવેરી પાસે ગયા. સાધુરામના હીરા સિવાય બધાના હીરા કૃત્રિમ (નકલી) હતાં.
કવિઓ રાજા પાસે જઇને બોલ્યાં — ‘મહારાજ, તમે આપેલ બધાં હીરા નકલી છે, તેના વડે થોડું અનાજ પણ ઉપજી શકે તેમ નથી.
રાજા આવેશપૂર્વક બોલ્યા — ‘તમે કવિતામાં મારા વિષે જે પણ બોલ્યા તે બધું પણ ખોટું છે. મારા ચરિત્રનું સાચું ચિત્રણ માત્ર સાધુરામે જ કર્યું’

चरित्रवर्णनम्

Composed on 9/28/2007 11:05
चरित्रवर्णनम्
कदाचित् कश्चिद् राजा निजसभायां कविसंमेलनम् आयोजामास । सः अघोषयत् यः कविः निज-काव्येन राज्ञःचरित्रस्य यथार्थवर्णनं करिष्यति तस्मै एकं शुद्ध हीरकम् उपहाररूपेण प्रदास्यते इति । सम्मेलने बहवः कवयः समागत्य स्वकीयाः कविताः अश्रावयन्, नृपं च भूरिशः प्राशंसन् । इत्थं प्रत्येकं कविः राज्ञः अतिरञ्जितां स्तुतिम् अकरोत्, राजा च तस्मै एकं हीरकम् अददात् । अन्ते “साधुराम” नामकः कश्चित् कविः स्वकविता श्रावयितुं सभयं मञ्चम् उपस्थितः आदौ सः राज्ञः द्वित्रान् गुणान् अवर्णयत्, पश्चात् अवगुणानां वर्णनम् आरभत । राजा तस्मै अपि हीरकमेकम् उपाहरत् ।
ततः सर्वेऽपि कवयः स्वस्वहीरकं गृहीत्वा तस्य मूल्याङ्कनाय रत्नपरीक्षकान् उपगताः । साधुरामस्य हीरकं विहाय सर्वेऽपि हीराः कृत्रिमाः आसन् ।
कविगणाः राजानम् उपगम्य अवदन् — “महाराज, इमे हीरा तावद् असत्याः, एषां विनिमयेन कश्चिद् आणकम् अपि न उद्यतः ।”
राजा सावेशम् अवदत् — “यूयं स्वकवितासु मद्विषये यत्किमपि अवदत तदपि असत्यम् एव आसीत् । मम चरित्रस्य सत्यचित्रणं केवलं साधुरामः एव अकरोत् ।”